સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 : બાબર સમાજની એકતા, શૌર્ય અને ગૌરવની ઐતિહાસિક ઉપસ્થિતિ




સોમનાથ સ્વાભિમાન પર્વ એટલે માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ અતૂટ આસ્થા, ધૈર્ય, સામર્થ્ય, શૌર્ય, બલિદાન, એકતા અને શક્તિના ૧૦૦૦ વર્ષના ઐતિહાસિક ઇતિહાસનું જીવંત પ્રતિબિંબ છે.

આ પર્વ આપણું ગૌરવ છે, આપણી અસ્મિતા છે અને આપણા પુર્વજોના અસ્તિત્વની ગૌરવભરી ઝાંખી છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં, સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌરવંતા બાબર સમાજની નોંધ લઈ, લાખોની જનમેદની વચ્ચે બાબર સમાજને વિશેષ સ્થાન (ફ્લોટ) આપવામાં આવ્યું — તે બદલ સમગ્ર બાબર સમાજ તરફથી સોમનાથ ટ્રસ્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

સોમનાથ સ્વાભિમાન પર્વ 2026ના આયોજન દરમિયાન બાબર સમાજને યોગ્ય સ્થળ ફાળવણી કરવામાં મહત્વપૂર્ણ સહયોગ અને માર્ગદર્શન આપનાર નગર મંત્રી શ્રીમતી પૂજાબેનનો સમગ્ર બાબર સમાજ તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

🌸 બાબર સમાજનું ગૌરવભર્યું સ્વાગત 🌸

સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં, બાબર સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા ભાતીગળ ટ્રેડિશનલ ડ્રેસ કોડમાં શ્રી મોદી સાહેબનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ ક્ષણ સમગ્ર બાબર સમાજના ગૌરવને નવા શિખરે પહોંચાડનાર હતી.

અમે માત્ર ભીડ નથી —
👉 અમે સંસ્કાર, એકતા અને શિસ્ત ધરાવતો સમાજ છીએ.
👉 ધર્મ આપણી ઓળખ છે.
👉 એકતા આપણી શક્તિ છે.

🚩 સમાજની આગવી ઓળખ સાથે ઉત્સાહભેર ભાગીદારી 🚩

આ મહાપર્વમાં આપણા સમાજની આગવી ઓળખ રજૂ કરવા માટે
નાઘેર હંડા બાબર સમાજ પ્રાચી, ગીર સોમનાથ,
તથા
શ્રી પંચાળ કેસરી બાબર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ, ગાંધીનગર,
અને ઉપસ્થિત તમામ જ્ઞાતિજનો દ્વારા અવિરત મહેનત કરી ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો.

🙏 કાર્યક્રમને સફળ બનાવનાર સૌનું યોગદાન 🙏

આ પ્રસંગે વિશેષ યોગદાન આપનાર સૌને હૃદયપૂર્વક આભાર —

શ્રી કાળુભાઈ કામળીયા
ગોવિંદભાઈ ભીમાભાઈ જેઠવા
પુનાભાઈ કોટડીયા
કમલેશભાઈ સોલંકી
કાનજીભાઈ પરમાર (વકિલ)
કિર્તીબેન કાનજીભાઈ પરમાર
પુજાબેન સોલંકી
મંજુલાબેન કાળુભાઈ કામળીયા
યશ જે. ગોઢાણીયા
મિલનભાઈ વાઢેર
રમેશભાઈ સોલંકી

તેમજ મોર ગ્રુપ પંચાળ કેસરી ટીમ
ગુણવંતભાઈ ગઢાદરા, નીતિનભાઈ ગઢાદરા, હાર્દિકભાઈ, કિશનભાઈ, નિક્ષિતભાઈ, મિસરીબેન, કૃષ્ણાબેન, જાન્વીબેન અને દિવ્યાબેન ગઢાદરા —
જેઓ દ્વારા ભાતીગળ ટ્રેડિશનલ ડ્રેસ અને મોરવાળી છત્રી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

✨ સંકલ્પ : ભીડ નહીં, સંગઠિત શક્તિ ✨

આજના સમયમાં બાબર સમાજ માત્ર કોઈ ભીડનો ભાગ નથી, પરંતુ
આપણા આદર્શ વીર મેહુરદાદાના શૌર્ય અને બલિદાનને સ્મરણ કરી,
સંગઠન, એકતા અને સ્વાભિમાનની શક્તિનું પ્રભુત્વ ધરાવતો સમાજ છે.


🙏 જય સોમનાથ
🚩 જય વીર મેહુરદાદા









ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ

  1. ખુબ સરસ
    ભાગ લેનાર દરેક બાબર સમાજના યુવાનો, યુવતીઓ અને વડીલો ને ખુબ ખુબ અભિનંદન ..અને શુભેચ્છા સહ
    “સોમનાથ મહાદેવના પાવન ધામમાં
    મહાપર્વ દરમિયાન બાબર સમાજે સાબિત કર્યું —
    અમે માત્ર ભીડ નથી, અમે સંસ્કાર, એકતા અને શિસ્ત ધરાવતો સમાજ છીએ.
    ધર્મ અમારી ઓળખ છે, એકતા અમારી શક્તિ છે.” 🔱

    જવાબ આપોકાઢી નાખો
  2. ખૂબ ખૂબ ધન્યવાદ નાઘેર હુડા બાબર સમાજ🙏 જય સોમનાથ 🙏

    જવાબ આપોકાઢી નાખો