એક લોકવાયકા એવી પણ છે કે ભરૂચ ઉપર જ્યારે આક્રમણ થયું ત્યારે વીર મેહુર જીને વહારે અનેક રજવાડા વહાર કરવાને માટે ભરૂચ દોડી ગયા હતા પણ ભરૂચ ને બચાવી શક્યા નહીં મોગલોયે અનેક લોકોને કત્લેઆમ કરી નાખ્યા હતા બચી ગયા હતા તેવોને વીર મેહુરજીના આદેશથી ભરૂચ છોડી ને દરિયામાર્ગે સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે વસવાટ કરવા લાગ્યા ભરૂચ ગયેલાઓને પાછા પોતાની નાતમાં રાખવામાં આવ્યા નહોતા દુશ્મનોના બીકને લીધે યુદ્ધે ચડતાં પહેલા યોદ્ધાઓને કહેવામાં આવ્યું હતું કે મેહુરજી ની વાર કરશો તો આપણા રાષ્ટ્ર આપણી કોમ પાછળથી મોગલ ફોજનો સામનો કરવો પડશે માટે ના જાવુ પણ મેહુર જીની વાર કરનારાઓએ સગા સબંધીઓએ કોઇપણ વાત ધ્યાનમાં લીધી નહીં અને યુદ્ધ એ જ કલ્યાણ તેઓ નક્કી કરેલું યુદ્ધ પછી સૌરાષ્ટ્રમાં વસવાટ કર્યો ૩૯ શાખાઓ એ એક એટલે કે બાર્બર (સિંહ)જાતિ તરીકે સ્થાપિત થવું તેવુ નક્કી થયું તે નામ પદભષ્ટ થતાં બાબર રાજપુત નામ પડયું.પેટ કરાવે વેઠ આજીવિકા માટે અને અમુક સમય અને દુશ્મનો થી બચવા વાણંદ નો આશરો લીધો નાટકીય રીતે હજામત ના ધંધાની ભૂમિકા ભજવી અને બાબર રાજપુત કહેવડાવાને બદલે ફક્ત બાબર શબ્દોનો ઉપયોગ કરવો તેઓ જે તે વખતના મુખીયાઓએ નક્કી કરેલું પણ કમનસીબે આજે બાબર નામ રહી ગયુ તે રહી જ ગયું આમ બાબર જ્ઞાતિ મૂળ ભરૂચિયા રાજપૂત જ્ઞાતિ હોવા છતાં આજે પણ વાણંદ જ્ઞાતિની સાથે આ સમાજની સરખામણી થાય છે...હકીકતમાં વાળંદ..નાઈ...હજામ આ સમાજ સાથે કોઈપણ જાતના લેવા દેવા આ ભરૂચિયા રાજપૂત અર્થાત બાબર સમાજને નથી.. હકીકત એ છે કે સમગ્ર ભરૂચ ગઢ અને તેની સાથે જોડાયેલા પરગણા રજવાડાઓ વગેરે નો સમૂહ એટલે ભરૂચિયા રાજપૂત અર્થાત બાબર(સિંહ) રાજપુત સમાજ સમય જતા આજે ફક્ત તે સમૂહને બાબર તરીકે ઓળખાય છે અલાઉદ્દીન ખીલજી ના સમયમાં ભરુચમા જે મુળ પુરૂષોએ યુધ્ધ કયુૅ તે અટકો બાબર નાતમા આવે છે .મુળ પુરૂષોને યુધ્ધ પછી અલ્લાઉદીનની હાંકના લીધે પરત પોતપોતાના રાજ્યમાં નાતમાં કે.સમાજમાં સ્વીકારવામાં નહી આવતા.જે તે સમયે એક નવી નાતનુ નિમાણૅ કરવામાં આવ્યું.સીંહની જેમ યુધ્ધ કયુૅ બાબર (સિંહ)રાજપુત એવુ નામ આપ્યું.સાથે સાથે અલ્લાઉદીનની પકડી પાડવાની દહેશતતો ખરી અને આજીવીકાનો પ્રશ્ન ખરો.બંન્ને વાતને ધ્યાનમાં રાખીને દુશ્મનની આંખમા ધુળ નાખવા(મતલબ)કે તેવો થી બચવા અને આજીવીકાનો પ્રશ્ર હલ કરવા માટે અમુક સમય સુધી ગુપ્ત વેશમા રહેવું આ યોજના એક રાજપુત ની રણ નિતી પણ કહી શકાય.ગુપ્ત વેશની કોઇ સમય મયાૅદા નક્કી નહોતી.પરીણામ એ આવીયુ કે મુળ પુરૂષો નુ આયુષ પુણૅ થયુ કાઠીયાવાડમાં આશરો લીધો કાઠીની વસ્તી ધરાવતી કોમની સેવા સાકરી કરવાની વાળંદ પાસેથી વાળંદના વાણોતર તરીકે કામગીરી લીધી તે ફકત કાઠીઓની જ દરબાર ગઢમા અને દરબારી વસ્તી ની પગચંપી કરવી નખ કાપવા સરસ વાળ ઓળાવી આપવા પાગરણ પથારી કરી આપવી. ચા પાણી કચુંબા ઘોળી આપવા.અે કાઠીઓના લગ્નપ્રસંગમા નાના મોટા કામ કરવા.કયારેક નવરા બેઠા કોઇ કામ (ગઢમાં)નજરે ચડે તો મનપસંદ સેવા કરી લેવી નિષ્કામ (નિવાથેૅ) ભાવે કરી લેતા પણ એ કામ રોજીદુ બની જતુ અને મજબુરન તે કામ કરવુ પડતુ.આમ ધીરે ધીરે નિમ્ય જાતીમા નાત ધંકેલાતી ગય અને દાહોલાની વણજાર શરુ થય.વગેરે બાકી હજામતનુ કામ મુળ પુરુષોએ કયુૅ નથી સમય જતા વાળંદનુ વાણોતરપણુ પાછળની પઢીએ વષોૅપછી સંસ્કૃતી ભુલાતી ગય અને સરમ જતી રહી. અને અંગ્રેજ સરકાર આવી પછી સવૅ નાતની સેવા સ્વકારી .લોક વાયકા એવી પણ છે કે મેહુરજીધામમાં અનેક ખીજડાના ઝાડ હતા તે કોઇ ચોક્કચ ગણી શકતુ નહોતુ આ તેમનો મોજુત પરચો કાયમી રહેતો.પણ આજે દાદાએ અબોલા લીધા હોય તેમ નારાજગી દેખાય છે.ધંધામા કયારેક બરકત તો કયારેક બારબાંધે ત્યા તેર તુટે "આવુ સમાજ પણ સ્વીકારે છે."અને જે તે સમયે ઘડેલી રણનિતી અકબંધ રહી.ત્યારબાદ એવુ બન્યુ કે વડીલોએ બારોઠજીના ચોપડામાં એવો ઉલ્લેખ કરાવીયો કે મુળ પુરૂષ મેહુરજીપરમાર ક્ષત્રિય રાજપુત અને બાબર જાતી તે મુળ રાજપૂત કુળ અને તેનો સમાવેશ.બારોઠજી ના ચોપડામાં આજ પણ છત્રીય રાજપુત લખેલુ જોવા મળે છે 39 શાખાઓમા જે આવરેલી છે. તેવોના પોતપોતાના બારોઠજીના ચોપડામાં સુયૅવંશી અને ચંદ્રવંશીનો ઉલ્લેખ બતાવે છે. આમ બાબર જ્ઞાતિનો ઇતિહાસ બોલાય છે લોકવાયકાના આધારે વિર મેહુરજી (ભરૂચ)ની સખાતે જે તે સમયે યુધ્ધ દરમિયાન વિર ગતિ વ્હોરી તેવા સાત વિર પુરૂષ ના પાળીયા હાલ ખારી= ગળથર ગામ વચ્ચે જે મંદીર આવેલુ છે ત્યા સાથે પુજાય છે અને ઉપરોકત બાબતની સાક્ષી પુરે છે. ભાંગ્યું તૂટ્યું તોય ભરૂચ એ લોકવાયકા વીર મેહુરજી અને યોદ્ધાઓની વીરગતિ તથા સતી કુંવરબા અને બીજી રાણીઓએ ભરૂચ ગઢ માં કરેલ જોહર ના કારણે જ એ લોકવાયકા પડી છે કે આખું ભરૂચ ભાંગી ગયું...તૂટી ગયું વેરણ ચેરણ થઇ ગયું તે છતાં મોગલો સામે શરણાગતિ નોતી સ્વીકારી.. ત્યારબાદ ભરૂચ છોડી હિજરત કરીને મહુવા જાફરાબાદ વગેરે સ્થળોએ રહેવા લાગ્યા. અગાઉ કહ્યું તુર્કી ભાષામા બર્બર નો અર્થ વાઘ થાય. બાબર રાજપુત નામ ધારણ કરીને આજનો કહેવાતો બાબર સમાજ રહેવા લાગ્યો પણ ગુપ્ત સર ધ્યાનમાં આવ્યું તેમને સુબાહને વાત કરી સુબાહે ફરમાન કયુૅ પકડી પાડો. ફરીથી બાબર રાજપૂત સમાજ ફરીથી મુશ્કેલીમાં મૂકાયો અને અને જાતિ નું નામ કરણ ફેરબદલી કર્યું ફક્ત બાબર શબ્દ વાળંદ જાતિનો ધંધો આવું જાહેર કરવું જેથી કરીને ગુપ્તસર ને હાથ આવવાના કિસ્સા ના બને.છતાં અમુક મુળ જાહેર જીવન વાળા વ્યકતીઓ સુત્રાપાડા મુકામેથી અને પડીપાર અમરાબાપુ અમદાવાદથી જડપાયા અને ત્યાર પછી બિલકુલ નબળુ પરિવર્તન આવ્યું પૂર્વજોના નામ પણ ફેરબદલી કર્યા મહા સુરસિંહજી પરમાર કે જેને આપણે વીર મેહુર જી કહીએ છીએ કફોડી પરિસ્થિતિ માં રાજપૂત સમાજે ખૂબ જ સંઘર્ષ કર્યો પણ ફરીથી રાજપાટ મેળવવા શક્ય જ ન બન્યું તે જ બન્યુ ત્યારપછીના સંદર્ભમાં. વિર મેહુરજીના પુત્ર દીલોજી અને બીજા રાજપુતોએ અને વાઘજી બારોઠના વંશજના સાનિધ્યમા વીર મેહુરજીની મસ્તકની અન્ય બીજા શહીદોની સ્થાપના કરી. શ્રદ્ધાંજલિ આપવા અને તે બહાને રાત્રી દરમીયાન ભેગુ થવુ દર વર્ષે માં મહાસુદ બીજના દીવશે.આવુ નક્કી થયુ. આપણા સમાજે અહીં ખારી ગળથર મુકામે એક વર્ષે એકઠું થયું અને આપણી સંસ્કૃતિ ભુલાય ના જાય તે લગ્નપ્રસંગે દીકરીને વિદાય વખતે વીર મેહુરજી નો ડાયરો કરવો અને કંસુબો કરવો આવું બંધારણ કર્યું તે આજે પણ જોવા મળે છે આપણી સંસ્કૃતિનું પ્રતિક છે આ રાજપુતી સંસ્કૃતિ હોય તો જ આવું શક્ય બને કસુંબો કરવાનું. આખા સમાજ ના પ્રાણદાતા વીર મેહુર જી બન્યા એટલે તેમને ઈષ્ટદેવની પદવી આપવામાં આવી કોઈ મનુષ્ય દેહધારીને આવી પદવી મળે નહીં પણ અહી શક્ય બન્યું છે. આ સંસ્કૃતિ અને પરંપરા જાળવવા માટે આપણા વડીલોએ વર્ષો પહેલા સારું કામ કર્યું છે અને તે જ રસ્તે આજના યુવાનો કામ કરી રહ્યા છે વર્ષો પહેલા ગભરુ દાદા સોલંકી જાફરાવાદ વાળા એ આ માટે કાર્ય કર્યું છે . દેવકીગાલોલ વાળા કેશુ બાપા પરમાર એ માટે પણ ખૂબ કામગીરી કરેલ છે. ચીમનભાઈ પરમાર સરદારપુર વાળાએ જહેમત ઉઠાવી હતી . માટે આગામી સમયમાં ભરૂચિયા રાજપૂત સમાજનો ફરીથી સૂર્યોદય થાય અને વીર મેહુરજી તથા સતી કુંવરબા તથા સમગ્ર ભરૂચ ગઢ તથા તેની સાથે જોડાયેલા ભરૂચિયા રાજપૂતો એ આપેલા બલિદાન ને સાચી સ્મરણાંજલિ ત્યારે જ પછી મળશે જ્યારે બાબર માંથી ભરૂચિયા રાજપૂત નામકરણ પરત મળશે... ⚔વીર પુરુષોને ⚔શત શત પ્રણામ👏
જય વીર મેહુરજી.

0 ટિપ્પણીઓ